સુરત: શહેરના પોશ વિસ્તારમાં ગણાતા ઘોડદોડ રોડના જોગર્સ પાર્ક નજીક સોનવાડી પાસે ગતરોજ સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોની સામે અચાનક ફુલસ્પીડમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં એક વૃદ્ધાને અડફટે લઈ નજીકમાં પાર્ક કરેલી અન્ય કારની સાથે ઠોકી દીધી હતી. અકસ્માતમાં એડવોકેટની માતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે ઉમરા પોલીસ દોડી આવી કારચાલકને પકડી પોલીસ સ્ટેશને લઈ આવી હતી.

ઈજા પામેલા એડવોકેટ પ્રજ્ઞનેશ સરૈયાની 61 વર્ષીય માતા કવિતાબેન સરૈયાએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કારના ચાલક હર્ષદ ભીમરાવ શિરસાદ(24) (રહે,ઓમપેલેસ,સગરામપુરા)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે સાથે પોલીસે કાર પણ જપ્ત કરી છે.એડવોકેટની માતા ડેઇલીની જેમ મોનીંગ વોર્કમાં બુધવારે સવારે નીકળી હતી. કાર ચાલક રિંગરોડની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં નર્સીગ સ્ટાફમાં નોકરી કરે છે.ચાલુ કારમાં યુવક મોબાઇલ પર વાત કરી રહ્યો હોવાની પોલીસને આશંકાકારમાં ઝોકું આવી ગયું હોવાને કારણે ઍક્સિડન્ટ થયું હોવાની વાત ચાલકે પોલીસ સમક્ષ જણાવી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ કારમાં તે મિત્ર સાથે મહારાષ્ટ્રના પુના ખાતે ગણેશજીના મંદિરે દર્શન કરવા નીકળ્યો હોવાની વાત કરી છે. મોનીંગ વોર્કમાં નીકળેલા લોકોએ કારમાં 2 જણા બેઠેલા હોવાની વાત કરી છે. ચાલુ કારે મોબાઇલ પર વાત કરતો હોવાની પણ આશંકા છે. જો કે ખરેખર તે મોબાઇલ પર વાત કરતો હતો કે કેમ તે બાબતે પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરાવે તો સાચી હકીકતો સામે આવી શકે છે.અકસ્માત એટલો ભયંકર હતો કે બંને એરપેગ પણ ખૂલી ગઈ.

 હું મોનીંગ વોર્કમાં નીકળ્યો હતો ત્યારે એક કાર ફુલસ્પીડમાં આવી હતી. કારના ચાલકે પહેલા પાછળથી એક મહિલાને અડફટે લીધી પછી નજીકમાં એક કાર પાર્ક કરી હતી તેની સાથે અથડાવી દીધી હતી. કાર જે દિશામાં પાર્ક કરેલી હતી તે કાર અથડાવી દેતા તે આખી ઉલ્ટી દિશામાં આવી ગઈ હતી. કારની સ્પીડ લગભગ 80 ઉપર હોય એવું લાગે છે કેમ કે કારમાં બન્ને એર બેગ પણ ખુલી ગઈ હતી. મહિલાને ફુટપાથ પર બેસાડી અમે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેમના દીકરાને પણ જાણ કરી હતી.