સુરત: માંગરોળ તાલુકાના છેવાડે ઓગણીસા ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ સણધરા ગામે બસ સ્ટેન્ડનાં નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી, સણધરા ગામના સામાજિક જાગૃત યુવા અગ્રણી ગણેશભાઈ છગનભાઈ ચૌધરીનાઓ દ્રારા માર્ગ અને મકાન વિભાગના અધિકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Decision news ને મળેલી માહિતી મુજબ તેમણે જણાવ્યું છે કે સણધરા ગામ વાંકલ-આંબાપારડી સ્ટેટ હાઇવે પર થોડાં જ અંતરે આવેલું છે. ગામમાંથી શિક્ષણ અર્થ વાંકલ અને માંડવી તરફે અભ્યાસઅર્થે વિધાર્થીઓ જતાં હોય છે. તેમજ ગામમાંથી રોજગારી અર્થે પણ લોકો અન્ય સ્થળોએ જતાં હોય છે.
જ્યારે બસ સ્ટેન્ડ નાં અભાવે એ બધાંએ વરસતા વરસાદમાં, ધોકધમતા તાપમાં, કળકળતી ઠંડીમાં ખુલ્લામાં ઉભા રહીને હાલાકી વેઠવાનો વારો આવે છે. જેથી કરીને ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ કરીને ગ્રામજનોની આ સમસ્યાને દૂર કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

