નાંદોદ: નાંદોદ તાલુકા પંચાયતના નીડર અને બાહોશ તાલુકા વિકાસ અધિકારી સુ.શ્રી અંજલીબેન ચૌધરી જેઓની ખોટા કારણોસર હાલ નાંદોદ તાલુકાથી ચોટીલા ખાતે બદલી કરી દેવામાં આવી છે જેને લઈને સાંસદ મનુસુખ વસાવાએ મુલાકાત લીધી હતી.
આ અધિકારીએ નાંદોદ તાલુકામાં સરકારનીશ્રીની વિવિધ યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેની ખૂબ ઉત્તમ કામગીરી કરેલ છે. પરંતુ કેટલાંક લોકો દ્વારા સરકારશ્રીની યોજનાઓના ખોટા લાભ લેવા માટે તલાટી ના ખોટા સહી સિક્કા બનાવી ખોટા પ્રમાણપત્રો બનાવવામાં આવતા હતા જેમાં રાઈટ ટુ એજયુકેશન, વિધવા સહાય અને વૃદ્ધા પેન્શન જેવી વિવિધ યોજનાઓમાં બોગસ લાભાર્થી ઊભા કરવાનું કૌભાંડ કરવામાં આવતું હતું.
આ અધિકારી દ્વારા આવા કૌભાંડીઓની સામે નિયમોનુસારની કાર્યવાહી કરી ગુનેગારોને ખુલ્લા પાડવામાં આવ્યા જેથી ભવિષ્યમાં આવા ખોટા પ્રકારના દસ્તાવેજ બનાવવાનું કામ કોઈ ન કરે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો અને એમના આકાઓ દ્વારા બદલી કરવામાં આવી છે. આજે કલેકટરશ્રીની કચેરી ખાતે બેઠકમાં પ્રભારી સચિવશ્રીને આ બાબતેની રજુઆત કરી તમામ માહિતીથી અવગત કરવામાં આવ્યા. આજે બેનને રૂબરૂ મળીને એમને જે નીડરતાથી કાર્ય કર્યું એના માટે શુભકામનાઓ પાઠવી.

