ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામમાં તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી અંદાજિત 30, 63000/-ના વિકાસના કામોનું ખાર્તમુહર્ત ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગામના વડીલો શ્રીફળ વધેરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ (1) આદિઆદર્શ ગ્રાન્ટમાંથી પાણીના કામો અંદાજિત રકમ આગિયાર લાખ 11,000,00/- (2) 15 માં નાણાપંચ પેવર બ્લોક અને પાણીના કામો અંદાજિત રકમ પાંચ લાખ સડસઠ હજાર છશો પચાસ 5,67,650/- (3) ખાણ ખનીજ વિભાગ ગ્રાન્ટ માંથી પ્રાથમિક શાળામાં શેડ હોલ અંદાજિત રકમ ચાર લાખ રૂપિયા 4,00,000/- (4) ખાણ ખનીજ વિભાગ ગ્રાન્ટ મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં કુમાર શૌચાલય અંદાજિત રકમ બે લાખ પચીસ હજાર 2,25,000/- કન્યા શૌચાલય અંદાજિત રકમ બે લાખ સાઈઠ હજાર 2,60,000/- (5) તાલુકા કક્ષા 15 મું નાણાંપંચનુ આયોજન જાહેર રસ્તાઓ પર LED સ્ટ્રીટ લાઈટનું કામ અંદાજિત રકમ ચાર લાખ રૂપિયા પાંચ લાખ નવસો સાઈઠ 5,00960/- અને પ્રાથમિક શાળા માં બાળકો માટે રમતગમતના સાધનો આપવા બદલ ધરમપુર તાલુકા વિકાસ અધિકારશ્રીનો મોટીઢોલ ડુંગરી ગ્રામજનો વતી વિશેષ આભાર માન્યો હતો.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંશ્રી વિલિયમ પટેલ, સભ્યશ્રીઓ ઉમેદ પટેલ, મગન પટેલ, મહેન્દ્ર પટેલ, નયન પટેલ, જયેશ પટેલ, સુનિલ પટેલ અને માજી સરપંચશ્રી નવીન પવાર, સુરેશભાઈ કંટોલ વાળા, ઉમેદભાઇ દરજી અને ગામ આગેવાન ભગુભાઇ, લાલાભાઇ, કાંતિ કાકા અને ગ્રામજનો હાજર રહ્યા હતા

