નસવાડી: ગતરોજ નસવાડી તાલુકાના ગનીયાબારી ગામના યુવાનને રસીક ભીલ દ્વારા લગ્નનાં ચાંદલામાં ભારતના બંધારણની બુક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. લગ્નમાં ચાંદલા વિધિમાં પૈસા વાસણો કે અન્ય વસ્તુ ગિફ્ટ ના સ્વરૂપમાં આપવામાં આવે છે. પરંતુ અહીંયા નસવાડીમાં તો બંધારણની બુક ચાંદલામાં ભેટ સ્વરૂપે આપવામાં આવી છે
Decision News ને મળેલી વિગતો મુજબ વરરાજાને આદિવાસી સમાજના જાગૃત યુવા આગેવાન કુકરદાના રસીકભાઈ ભીલે એમની સાથી ટીમે લગ્નમાં વરરાજા ને ચાંદલા સ્વરૂપે બંધારણની બુક આપી હતી. અને સમાજને એક મેસેજ આપ્યો કે તમે બધા બંધારણ તરફ વળો અને આપણને જે બંધારણે જે હક અધિકાર આપ્યા છે.
તેમને જાણો પૈસા એક્ટ. ધી પ્રોવિઝન ઓફ ધ પંચાયત. એક્સટેન્શન ટુ ધી શિડયુલ એરીયા. હોય કે પાંચમી અનુસૂચિ હોય કે પછી બંધારણની આર્ટિકલ 244 ના ખંડ એકમાં જે પરંપરાગત મૂલ્યને જાણવા આવી અનેક ચર્ચા કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગનીયાબારી ગામના સંજયભાઈ ડુંગરા ભીલ ના લગ્નમાં આ યુવા જાગૃત યુવાને બંધારણની બુક ચાંદલો કરીને સમાજને મેસેજ આપ્યો કે બંધારણ જાણવું જરૂરી છે.તેવી આદીવાસી સમાજને સંદેશો આપ્યો છે.

