સોનગઢ: જે કે પેપર લિમિટેડ ગુણસાડા તા.સોનગઢ જી તાપી ખાતે આવેલ પેપરમિલ પ્લાન્ટ આવેલ છે. જે કે પેપરમિલ કંપની દ્વારા ઘોડાનાળામાં ગેરકાયદેસર રીતે શુદ્ધિકરણ વગર ફક્ત ઇટીપીમાંથી પ્રદૂષિત પાણી કોઈપણ પ્રકિયા વગર નિકાલ કરતી આવેલ છે જેના કારણે વારંવાર સ્થાનિક લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી. આ ગંદુ પાણી ઘોડાનાળામાં ભળી આખરે તાપી નદીમાં ભળે છે. આમ કંપની વિવિધ પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી છે.
એડવોકેટ રોશની બી પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે તાપી નદીના પાણીનો ઉપયોગ લોકો સોનગઢથી લઈ સુરત શહેર સુધી સિંચાઇ, પશુપાલન અને પીવાના પાણી તરીકે કરતાં આવેલ છે. તદુઉપરાંત કંપની પરિસરના આજુબાજુના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ આવે છે તે વાયુ પ્રદૂષણ પણ પુરવાર કરે છે. આ બાબતે સંબંધિત વિભાગો દ્વારા કોઈ પગલાં આજદિન સુધી લેવામાં આવેલ નથી સખત પગલાં લેવામાં આવેલ નથી.
તેથી, આ બાબતે રોશની બી પટેલ (પર્યાવરણીય વૈજ્ઞાનિક અને એડવોકેટ) દ્વારા પર્યાવરણ સંરક્ષણ ધારા 1986ની કાયદાની કલમ 19 – બી મુજબની નોટિસ (1) ચેરમેન,વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત (2) સભ્ય સચિવ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (3) પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નવસારી (4) કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, વ્યારા, તાપીઓને આપવામાં આવેલ છે.
ઘણા લાંબા સમયથી પર્યાવરણીય વ્યવસ્થાપનની ઉણફ વગર કંપની ચાલી રહી છે અને ભૂતકાળમાં સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા ઘણી ફરિયાદો કરવામાં આવી છે પરંતુ આજ સુધી સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેથી આ નોટિસ દ્વારા કોઈપણ પ્રકારના ગંદા પાણીના નિકાલ ને રોકવાની માંગ કરવાંમાં આવી છે સાથે GPCBની CCA શરતોમાં Zero Liquid Discharge (ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ) લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.
જો આમ ન થાય તો પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ,1986 ની કલમ 19(બી) હેઠળ 60 દિવસની નોટિસ બાદ જે કે પેપરમિલ લિમિટેડ વિરુદ્ધ પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ,1986 ની કલમના ઉલ્લંઘન બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ વેસ્ટ ઝોન પુણેમાં કાયદાકીય ફરિયાદ દાખલ કરવામાં આવશે.

