ચીખલી: સિયાદામાં રવિવારના રોજ કાવેરી સુગરનું વિશાળ ખેડૂત સંમેલન યોજાશે ધારાસભ્ય નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સિયાદામાં આગામી 11 મે રવિવારના રોજ બપોરે 2 કલાકે પાટીદાર મહોલ્લામાં યોજાનાર વિશાળ ખેડૂત સંમેલનમાં મહુવા સુગર અને સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, સાંસદ ધવલ પટેલ ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, આર.સી.પટેલ, રાકેશભાઈ દેસાઈ, કપરાડાના જીતુભાઈ ચૌધરી, ધરમપુરનાં અરવિંદભાઈ પટેલ, ડાંગના વિજભાઈ સહિત તમામે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
આ ખેડૂત સંમેલનની તૈયારી માટે ચીખલીમાં કાવેરી સુગરના ચેરમેન આનંદ દેસાઈ જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. અશ્વિનભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ, મહામંત્રી સમીરભાઈ, એપીએમસી ના ચેરમેન પરિમલ દેસાઈ વા. ચેરમેન જે.ડી.પટેલ સહકારી બેંકના ડિરેક્ટર કિશોરભાઈ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત તાલુકાના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખેડૂત અગેવાનોને સંબોધતા અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય નરેશભાઈએ જણાવ્યું હતું કે કાવેરી સૂગરનું સાદડવેલ ગામે 80 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટેન્ડરની જોગવાઈ મુજબ મશીનરીનું પણ પાર્ટ પેમેન્ટ ચૂકવી દેવાયું છે. સાદડવેલ ગામે 135 વીઘા જેટલી કરોડો રૂપિયાની જમીન છે તેની તેની સામે ઝાઝું દેવું નથી. અને આ જમીનની હરાજી અટકાવી મહુવા સુગર સાથે MOU કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સુગર શરૂ કરવાના પ્રયત્નો તેજ ગતિ ચાલી રહ્યા છે.
ચીખલી ઉપરાંત વાંસદા, ખેરગામ, ધરમપુર અને ડાંગ જિલ્લામાં પણ મોટા પાયે શેરડીની ખેતી થાય છે અને હાલ અન્ય સુગર ફેકટરીઓમાં ગોળના કોલાઓમા વિપુલ માત્રામાં આ શેરડીનું વિતરણ થાય છે ત્યારે ચીખલીમાં કાવેરી સુગરનું નિર્માણ થાય તો હજારો ખેડૂતોને તેનો લાભ મળે તેમ છે.











