અમદાવાદ: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી દીધી હતી એવા નવ લોકોને રસ્તા પર કચડી નાખનાર ઈસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસના આરોપી તથ્યા પટેલ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ શુક્રવારે જામીન આપી દીધા છે.. બોલો
આ દુર્ઘટનામાં નવ નિર્દોષ લોકોના મોત થયા હતા. તથ્યના વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમના પિતા કેન્સરથી પીડાય છે અને તેઓ તેમની માતાની સંભાળ રાખવાની સ્થિતિમાં નથી. હાઈકોર્ટે વાસ્તવિક મુક્તિની તારીખથી એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલના પોલીસ એસ્કોર્ટ સાથે સાત દિવસના જામીન મંજૂર કર્યા છે.
તથ્ય પટેલ એજ આરોપી છે જેણે નશામાં ધૂત બની ઈસ્કોન બ્રિજ પર 142.5 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પોતાની જગુઆર કાર ચલાવીને નવ લોકો પર ચડાવી દીધી હતી જેના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી દીધી હતી.

