ધરમપુર: છેલ્લા દિવસોમા આવેલા તોફાની પવન સાથે ધોધમાર વરસાદના કારણે ઘણું નુકશાન થયું હતું સાથે સાથે ધરમપુરના વીજતંત્ર ખોળવાઈ જતાં તેના સમારકામ માટે આજે 8:30 થી સાંજે 3:00 વાગ્યા સુધી ધરમપુર વીજ કાપણી જાહેરાત કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ 66 kv ખારવેલ સબ સ્ટેન્સનમા જરુરી મેન્ટેનન્સ હોય સમય સવારે 8:30 થી સાંજે 15:00 વાગ્યા સુધી ધરમપુર નગરપાલિકા, ખારવેલ,રાનપાડા, આસુરા, બિલપુડી, બરુમાલ, સિદુમ્બર, આવધા, રાજપુરી જંગલ, ગોરખડા ગામમાં વિજ પાવર બંધ કરવામાં આવનાર છે જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વિનંતી છે.
એક તરફ દેશમાં યુધ્ધની સ્થિતિ ઊભી થઈ છે. રાજસ્થાન, પંજાબ, અને કાશ્મીરમાં દુશ્મન દેશ હુમલાઓ કરી રહ્યું છે અને અને બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકોમાં ઘણું નુકશાન સહવાનો વારો આવી રહ્યો છે. જેમાં ધરમપુર તાલુકો પણ બાકાત નથી.











