વલસાડ: વલસાડ રૂરલ પોલીસે માછીમારોને શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ સાવધાન રહેવા સૂચના આપી છે. રૂરલ પોલીસે મગોદ ડુંગરીનાં દરિયાકાંઠે માછીમારો સાથે વિશેષ બેઠક બોલાવી શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરંત પોલીસ અને તંત્રને જાણ કરવાની સૂચના આપી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર રૂરલ પોલીસે મગોદ ડુંગરીનાં દરિયાકાંઠે માછીમારો સાથે વિશેષ બેઠક બોલાવી શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરંત પોલીસ અને તંત્રને જાણ કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત, માછીમારોને ઊંડા દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. વલસાડમાં દરિયાકિનારા નજીક જાગૃતિસભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે, દરિયાઈ સીમા પર પોલીસ અને કંપનીનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

