નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ચાર રસ્તા આગળ ગેંગડીયા નજીક અકસ્માત સર્જાયો છે. ઇકો ગાડી અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવકના ઘટના સ્થળે મોત નિપજ્યા છે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાફિકમાં ધરખમ વધારો નોંધાયો છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા તમામ રસ્તા ચાર માર્ગીય બનાવી દેવામાં આવે છે પરંતુ દેવલીયા થી નસવાડી વચ્ચે સિંગલ રસ્તો હોવાને કારણે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. હાલ છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડવાને કારણે ઘણા વૃક્ષો ધરાસાઈ થયા છે ત્યારે દેવલીયા ચાર રસ્તા આગળ ગેગડીયા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર નસવાડી તાલુકાના કોલંબા ગામના વતની દેવદતસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી તથા પ્રતીકસિંહ સરદારસિંહ સોલંકી જેવો વહેલી સવારે પોતાની મોટરસાયકલ GJ 34 L 6591 નંબરની ગાડી લઇ અંકલેશ્વર થી પોતાના માદરે વતન કોલંબા ખાતે જવા નીકળ્યા હતા ત્યારે દેવલીયા આગળ ગગડીયા નજીક આવતા આ કામના ઇકો ગાડી ચાલકે પોતાના કબજા ની ઇકકો ગાડી GJ 34 H 2354 નંબરની ઇકો ગાડીમાં પૂર ઝડપે હંકારીલાવી મોટરસાઇકલ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને યુવકના ઘટના સ્થળે કરુણ મોત નીપજતા પરિવાર માં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

