ધરમપુર: ગતરોજ ધરમપુરના કરંજવેરી ગામથી પસાર થતાં નેશનલ 56 હાઇવે પર જોરદાર વરસાદ અને વાવાઝોડામાં ઘણા વૃક્ષો અને વીજ પોલ ધરાશયી થઈ ગયા હતા જેને લઈને હાઇવે બ્લોક થઈ ગયો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો ત્યારે ગામના લોકોએ અને GEB ના કર્મચારીઓ મહા મેહનતે હાઇવે ફરી ચાલુ કરવાની સરાહનીય કામગીરી કરી હતી.

કરંજવેરી ગામના અને વનરાજ કોલેજ નિવૃત્ત કર્મચારી ઉત્તમભાઈ બી.ચૌરા Decision News સાથે વાત કરતાં જણાવે છે કે મંગળવારે બપોરે આવેલ વાવાઝોડામાં કરંજવેરી નીચલા ફળિયા બસ સ્ટેન્ડ શોપિંગ પાસે HT જ્યોતિગ્રામ અને LTલાઈન ના જાગૃતિ કન્યા છાત્રાલય સુધી નીલગીરીની મોટી ડાળી પડતાં 5 વીજ પોલ તૂટી ગયા હતા વાંસદા રોડ ઉપર નીલગીરી ના ઝાડની મોટી ડાળી પડતા દૂધડેરીની મુખ્ય લાઈન તૂટી ગઈ અને વાંસદા ધરમપુર રોડ બ્લોક થઈ ગયો હતો જેની જાણ તાત્કાલિક તરુણભાઈ દ્વારા GEBમાં કરવામાં આવી અને ગણતરીના સમયમાં પોલીસ સ્ટેશનમાંથી પણ પી.આઈ ભોયા સાહેબ તથા વિજયભાઈ પાડવી અને ચુનીલાલ માહલા તેમજ નજીકના યુવાનો ભેગા થઈ ઝાડની ડાળીઓ ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો કર્યો હતો અને તુરંત જ ધરમપુરથી જીઇબી દ્વારા તૂટી ગયેલા પોલ ઉભા કરી મુખ્યલાઈન જોડી દેવામાં આવી LTલાઈન જોડતી વખતે 8 થી 8:30 વાગ્યે રાત્રે ફરીવાર ભયંકર વાવાઝોડું આવ્યું જેમાં યુવાનોની સતર્કતા ને લીધે એક મોટી ડાળી LTલાઈન ઉપર પડતાં થાંભલા ઉપરથી સમય સૂચકતા થી યુવાનો નીચે ઉતરી જઈ વીજપોલ પડતાં મોટી જાનહાનિ ટળી હતી

ધરમપુરમાં તા.7/5/2025 ના સવારે ફરી કામગીરી શરૂ કરી 24 કલાકમાં કામગીરી પૂર્ણ કરી GEBના કર્મચારીઓની ઝડપી અને પ્રજાલક્ષી સરાહનીય આયોજનપૂર્ણ કામગીરી બદલ કરંજવેરી ગામ તરફથી ખુબખુબ આભાર અભિનંદન આપીએ છીએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here