ચીખલી: લાયન્સ જૂહુ શ્રી વી. કે.પટેલ વિદ્યાલય સારવણી માર્ચ 2025 માં લેવાયેલ SSC તથા HSC પરીક્ષાઓની અંદર શ્રેષ્ઠ પરિણામ લાવી એક અંતરિયાળ વિસ્તારની શાળાને ઉચ્ચ કોટી એ લઈ જવાનો સફળ પ્રયત્ન થયો. હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. એમાં ધોરણ 10 નું શાળાનું પરિણામ 91.54% અને ધોરણ 12નુ A1 ગ્રેડ સાથે 97.06% જેટલું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ધોરણ 10 માં A2 પ્રથમ વૈભવીબેન એમ. પટેલ (PR 94.71/ 88.66%] A2 દ્વિતીય પવાર સોનલબેન આર.[PR 91.99/ 86%] A2 તૃતીય તુષારભાઈ એસ. પટેલ (PR 86.96/ 81.83%] એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ સાથે પ્રથમ પટેલ કૃપાલી કે.(PR 99.15/ 91.42%] દ્વિતીય ક્રમે A2 નેહા આર.પટેલ(PR 92.28/ 83%) તૃતીય ક્રમે A2 પટેલ હિરલ વી. (PR 88.68/ 80.42%) સાથે ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી નવસારી જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું..
શાળાના ઇતિહાસમાં વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ શાળાનું નામ રોશન કરી ધોરણ 10 અને 12 ના પરિણામમાં પણ A1 ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્યશ્રી કલ્પેશકુમાર આહિર તથા શાળાના તમામ સારસ્વત મિત્રોને, બિન શૈક્ષણિક કર્મચારી ગણ, ગૃહમાતા, ગૃહપતિ તમામને શાળા સંચાલક મંડળ, ગામના અગ્રણીઓ અને વાલી મંડળ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ સાથે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી… તમામ વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

