નવસારી: નવસારી જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 84.82 ટકા આવ્યું છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં પરિણામમાં 1.87 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર નવસારી જિલ્લામાંથી 644 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 1939 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે. જોકે, 1094 વિદ્યાર્થીઓએ 20 ટકા કે તેનાથી ઓછા ગુણ મેળવ્યા છે.

અન્ય જિલ્લાની શાળાઓના પરિણામમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે. 43 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને શાળાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.