આહવા: આજરોજ આહવા ચિંચલી ગામમાંથી 17 વર્ષીય કિશોરી નિકિતાબેન મુરલીયાભાઈ સાબળેનું અપહરણ થયું છે. આહવા પોલીસ સ્ટેશનમાં અજય નામના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની પિતાએ ફરિયાદ લખાવી છે.
Decision news ને મળેલી માહિતી મુજબ કિશોરીના વાલીએ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કોઈને આ યુવતી વિશે માહિતી મળે તો આહવા પોલીસ કંટ્રોલ રૂમ (02631-220322/220658) અથવા આહવા પોલીસ સ્ટેશન (02631-220333) પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
પોલીસ જણાવેલી માહિતી પ્રમાણે, કિશોરી ઘઉં વર્ણની છે અને તેનો ચહેરો ગોળ છે. તેની ઊંચાઈ 5 ફુટ છે અને ગુમ થઈ ત્યારે તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. નિકિતાબેન ડાંગી, ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષા બોલી અને સમજી શકે છે.

