દક્ષિણ ગુજરાત: કેરીનો અને ડાંગરના પાકનો ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો વાવાઝોડા સાથે મુશળધાર વરસાદે છીનવી ખેડૂતોની માઠી દશા કરી નાખી છે ત્યારે હજુ આ આફત હજુ ટળી નથી તેવામાં ગાજવીજ વીજળીના કડાકા અને ભારે પવન સાથે હજુ પણ આવવાની દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અંબાલાલ પટેલ ભયંકર આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરી છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ રહેશે. 10 મે સુધી વરસાદની શક્યતા રહેશે. આવતીકાલે અને 8 મે એ વરસાદનું જોર વધુ રહેશે. 11 મે થી 20 મે સુધી આંધી અને પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાં આગામી સમયમાં સાયક્લોન બનવાની સંભાવના છે. આજે સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતનાંઆ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાનું રહશે તાંડવ: 8 મે 2025ના રોજ દક્ષિણ ગુજરાતનાં ભરૂચ અને વલસાડમાં મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદ થઇ શકે છે. 9થી 12 મે 2025 દરમિયાન બીજા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 13 મેના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.











