ઉમરગામ: ઉમરગામ તાલુકામાં મંગળવારની મોડી સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાય થતાં ખાનગી તેમજ વીજ વિભાગની મિલકતને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો હતો. મંગળવારની મોડી સાંજે અચાનક તોફાની પવન વીજગાજ સાથે વરસાદ વરસતા કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
ભારે પવનના કારણે ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં વૃક્ષો ધરાશય થતા વીજળીની લાઇનને ભારે નુકસાન થવા પામ્યું છે. અનેક ઠેકાણે જાહેર માર્ગો ઉપર વૃક્ષો પડતા વાહન વ્યવહારને પણ અસર થવા પામી છે.

            
		








