સુરત: DGVCL માં સોલાર પેનલ લગાવનારા ઘરેલુ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્ષ 2016થી 2024 સુધીમાં DGVCLના કાર્યક્ષેત્રમાં 1.60 લાખથી વધુ ઘરો પર રૂફ ટોપ લગાવવામાં આવી છે, જેમાંથી 67246 ઘરોનાં વીજબિલ તદ્દન ઝીરો થઈ ગયા છે. એટલે કે તેમણે વીજ કંપની પાસેથી વીજપુરવઠો લીધા વિના પોતાના ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઊભી કરી દીધી છે. આ ઉપરાંત તેમને વર્ષે 41.45 કરોડ રૂપિયાની કમાણી પણ થઈ છે. અગાઉના વર્ષે 2023-24માં પણ 48609 ઘરોના વીજબિલ ઝીરો થયા હતા અને તેમને કુલ 28.32 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર બે વર્ષમાં સોલાર પેનલથી કમાણી અને લાભ મેળવનારા ગ્રાહકો વર્ષ કમાણી આટલા ઘરોએ (કરોડમાં) વીજળી વેચી 2023-24 28.32 48,609 2024-25 41.45 67,246 સોલાર પેનલ લગાવવામાં સુરત સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યુંસૌર ઊર્જામાં સૌથી વધુ રુચિ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓમાં જોવા મળી રહી છે. સુરત મહાનગર પાલિકાના વિસ્તારમાં ખાસ કરીને શહેરના હદ વિસ્તરણ પછી નવા સમાવેશ થયેલા વિસ્તારો ઉપરાંત વેસુ, પાલ, ઘોડદોડ, અને ડુમસ વિસ્તારોમાં સૌથી વધુ સોલાર પેનલ લાગી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓલપાડ, માંડવી અને વલસાડ જેવા વિસ્તારોમાં લોકો સોલાર પેનલ લગાવીને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે.

ઘરેલુ સોલાર સેટઅપ પર સરકાર તરફથી મળતી સબસિડી અને ‘ગ્રિડ-કનેક્ટેડ’ સિસ્ટમનો લાભ લઈને, લોકો પોતાનો વીજ ખર્ચ બચાવવાની સાથે આકર્ષક આવક પણ ઉભી કરી રહ્યા છે. સામાન્ય રીતે 2KWથી 5KW સુધીના પેનલ લગાવનાર ઘરો દર મહિને લગભગ 1 હજારથી 3 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે.