ઉમરગામ: ઉમરગામનાં સરીગામ ગ્રામપંચાયત 3 ફળિયા ના પરિવાર માટે રૂ.23 લાખના ખર્ચે પીવાના પાણી માટે હેંડ પંપ,પેવર બ્લોક અને ડામર રોડ તથા કોમ્યુનિટી હોલ બનાવશે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઉમરગામનાં સરીગામ ગ્રામપંચાયત માં રહેતા પરિવારો માટે ગ્રામ પંચાયત દ્વારા ચોમાસા પહેલા પાયાની સુવિધા ઉભી કરશે જેમાં ઓઝરરીયા, અંધેર ફળિયું અને ગોવનવાડીમાં પીવાના પાણી માટે હેંડ પંપ,વરસાદમાં કાદવ કીચડથી બચવા ડામર માર્ગ અને પેવર બ્લોક રોડ બનાવશે. તથા સાંકૃતિક, ધાર્મિક કાર્ય કે અન્ય ફળિયાના કાર્યક્રમો માટે કોમ્યુનિટી હોલ બનાવવા રૂ.23 લાખની ગ્રાન્ટ ફાળવી છે.
પંચાયત સરપંચ સહદેવ વઘાત હસ્તે શ્રીફળ વધેરી આ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કર્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપ પ્રમુખ વિકાસ ઠાકરિયા,પૂર્વ ઉપ પ્રમુખ રાકેશ રાય,પંચાયતનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.











