ધરમપુર: વર્તમાન સમયમાં જ્યારે આદિવાસી સમાજના જળ જંગલ જમીનના હક અધિકારો લૂંટાઈ રહ્યાંની લોક બૂમો પડી રહી છે ત્યારે ગઈકાલ રાત્રે ધરમપુર તાલુકાના બીલપુડી ગામે રૂઢિગત ગ્રામસભાંનુ આયોજન પ્રમોદભાઇ અને ગામના વડીલો અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ રૂઢિગત ગ્રામસભાની બેઠકમાં સર્વાનુ મતે ગામના પાટીલ તરીકે પુનાભાઇ ગાવિતની વરણી કરવામાં આવી હતી અને આદિવાસી સમુદાય ના ભાઈઓ,બહેનો અને વડીલોની રૂઢિ પ્રથા મુજબની ગ્રામ સભા બોલાવવામાં આવી હતી રૂઢિ-પ્રથા ગ્રામસભા ભારતના બંધારણની અંદર અનુસૂચિ વિસ્તારને મળેલ વિશેષ અધિકાર એટલે કે અનુસૂચિ 5 વિસ્તાર માં અનુચ્છેદ 13 અનુચ્છેદ 13 (1) અનુચ્છેદ 13(3)ક માં રૂઢિપ્રથા ને કાયદાનું બળ મળેલ છે અને અનુચ્છેદ 244(1)ને (2) હેઠળ સ્વશાસન, પ્રશાસન અને નિયંત્રણ કરવા આધિકાર મળેલ છે જેના આધિન બીલપુડી ગામે રૂઢિ ગામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ગામન ભાઇ અને એમની સમગ્ર ટીમ દ્વારા ગામના લોકોને રૂઢિગ્રામ સભા અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને જ્યાં ધરમપુર તાલુકા આદિવાસી સમાજ પ્રમુખશ્રી યોગેશ ગરાસિયા, સામાજિક આગેવાન વિજયભાઈ અટારા અને મોટી સંખ્યામાં વડીલો યુવાનો હાજર રહ્યા હતા.