નવસારી: હવે આજ બાકી હતું તે.. તમે માનશો.. હવે પોલીસ આંબાના વૃક્ષને આપશે પ્રોટેક્સન.. નવસારીના પૂર્વપટ્ટીના ગામડાઓમાં કેરી ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે રોજની 100 મણ જેટલી કેરી અલગ અલગ ગામોમાંથી ચોરી કરવામાં આવી રહી છે. આ ચોરી એવરેજ રોજની 25 લાખની થાય છે. અત્યાર સુધીમાં ચોરી સાડા સાત કરોડ રૂપિયાની કેરીની ચોરી થઈ ગઈ છે ત્યારે હવે પોલીસ કરશે આંબાની રખવાળી કરશે.

ચોરોએ હદ વટાવી સોના ચાંદી અને રોકડ રકમ છોડી આંબા પર લટકતી કેરીની પાછળ પડ્યા છે. ગ્રામ્ય વિસ્તારના કેરી પકવતા ખેડૂતોએ આપ્યું જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનમાં પોલીસ સુરક્ષા પોહચાડે અને સતત પેટ્રોલીંગ કરે એવી કરવામાં આવી માંગ કરી છે. કેરીની ચોરી ના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

અત્યાર સુધીમાં કેરી હજાર બે હજાર રૂપિયાની નહી પરંતુ રોજિંદી રીતે 25 લાખ રૂપિયાની કેરીની ચોરી થઇ રહી છે. આ પ્રકારે હિસાબ કરો તો 7.50 કરોડ રૂપિયાની કેરીની ચોરી મહિને થાય છે. હવે કંટાળેલા ખેડૂતોએ કલેક્ટરને રજુઆત કરી તેમની વાડીને પોલીસ પ્રોટેક્શન પુરૂ પાડવામાં આવે એવિ માંગ કરી છે.