ચીખલી: ચીખલી રાનકૂવા નજીક નોકરી ઉપરથી પરત ઘરે જતી વેળા બાઇક સ્લીપ થઇ જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને સામાન્ય ઇજા થતાં સારવાર લેવાની નોબત આવી હતી. આ ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ઘટનાની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ચીખલી તાલુકાના દોણજા તલખોડ ફળિયામાં રહેતા વિરલ ગમનભાઇ પટેલ અને ખરોલી ગામે સસલી ફળિયામાં રહેતા મિત્ર વિનોદભાઇ શંકરભાઇ પટેલ  સાથે બાઇક લઇ દેગામ વારી કંપનીમાં નોકરી પૂર્ણ કરી રાત્રિના 11.45 વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન રાનકૂવા પટેલવાડી રાઇસમિલ પાસે આવતા વિરલ પટેલે બાઇકના સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે બાઇક સ્લીપ થઇ ગઇ હતી. જેને પગલે બાઇક પરસવાર વિરલ પટેલને મોઢા, માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

જ્યારે પાછળ બેસેલ વિનોદ ગમનભાઈ પટેલને શરીરે ઓછી વધતી ઇજા પહોંચી હતી. તેમને 108 મારફતે સારવાર અર્થે ટાંકલ સીએચસીમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિરલ પટેલ મૃત જાહેર કર્યો હતો. પોલીસે વિનોદ પટેલની ફરિયાદના આધારે મિત્ર વિરલ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી પીએસઆઇ એચ.એસ.પટેલ તપાસ કરી રહ્યાં છે.