વાલોડ: વાલોડ તાલુકાના બેડકુવા ગામે ડુંગરી ફળિયામાં રહેતા સંજયભાઈ નારણભાઈના ઘરે ગત રાત્રિના સમયે અચાનક શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો, આ બનાવ બનતા ઘરમાં રહેલ તમામ લોકો શોર્ટ સર્કિટના કારણે ચોકી ગયા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે નજીકમાં પશુઓનો ખોરાક ડાંગરના પુળીયા સાથે સંપર્કમાં આવતા આગ વિકરાળ બની ગઈ હતી. આગને કારણે સંજયભાઈ નારણભાઈનું ઘર સંપૂર્ણ બળીને રાખ થયું હતું. આ બનાવને પગલે સરપંચ મુકેશભાઈ ગામીતે તલાટીને જાણ કરતા તલાટી દ્વારા બનાવ બાબતે ક રિપોર્ટ કરી તાલુકામાં જાણ કરી હતી, બેડકુવા ખાતે આગના બનાવમાં તાલુકા પંચાયત કચેરીથી જવાબદાર અધિકારીએ બપોર સુધી સર્વે કર્યો ન હતો.
બપોરના બે કલાક પછી પણ તાલુકા પંચાયતમાંથી અધિકારી પહોંચ્યા ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગરીબનું ઘર સંપૂર્ણ રાખ થઈ ગયું હોવા છતાં અધિકારી કે પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લેવાનું ઔચિત્ય દાખવ્યું ન હતું. સરપંચ વિકેશભાઇ ગામીતને પૂછપરછ કરતા અધિકારીઓ આવવાના હોવાની પણ માહિતી મળી હતી. તા.પંચાયત કચેરીના અમઈ દિનેશ બારીયાને ફોન કરતા ફોન રિસીવ કર્યો ન હતો.

