વ્યારા: રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની તંદુરસ્તી પર ખરાબ અસર પડી છે. આવી ખેતીમાંથી મળતા પાકો માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ટકાઉ વિકલ્પ બની છે. તેમાં જીવામૃત મહત્વનો ઘટક છે. તે જમીનમાં રહેલા જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પાકોને જરૂરી પોષકતત્વો આપે છે.જીવામૃત ગાયના ગૌમૂત્ર, છાણ, ગોળ, છાસ, ચણાનો લોટ અને જમીનથી બને છે. આ પ્રવાહી ખાતર જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને પોષણ આપે છે. પાકના વિકાસ માટે જરૂરી તત્વો પૂરા પાડે છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર જીવામૃતનો નિયમિત ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવામાં અસરકારક છે.જીવામૃત બનાવવા માટે 10 કિલો દેશી ગાયનું છાણ, 8 થી 10 લીટર ગૌમૂત્ર, 1.5 થી 2 કિલો ગોળ, એટલોજ ચણાનો લોટ, 180 લીટર પાણી અને 500 ગ્રામ ઝાડની નીચેની માટી લેવી. આ બધું પ્લાસ્ટિકના પાત્રમાં ભેળવી લાકડાના દંડાથી મિક્સ કરવું. મિશ્રણને છાયામાં બે થી ત્રણ દિવસ રાખવું.જીવામૃત ગાયના ગૌમૂત્ર, છાણ, ગોળ, છાસ, ચણાનો લોટ અને જમીનથી બને છે. આ પ્રવાહી ખાતર જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને પોષણ આપે છે. પાકના વિકાસ માટે જરૂરી તત્વો પૂરા પાડે છે. જીવામૃતનો નિયમિત ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવામાં અસરકારક છે.જીવામૃત બનાવવા માટે 10 કિલો દેશી ગાયનું છાણ, 8 થી 10 લીટર ગૌમૂત્ર, 1.5 થી 2 કિલો ગોળ, એટલોજ ચણાનો લોટ, 180 લીટર પાણી અને 500 ગ્રામ ઝાડની નીચેની માટી લેવી. આ બધું પ્લાસ્ટિકના પાત્રમાં ભેળવી લાકડાના દંડાથી મિક્સ કરવું. મિશ્રણને છાયામાં બે થી ત્રણ દિવસ રાખવું.દરરોજ સવાર-સાંજ લાકડાના દંડાથી ઘડિયાળની દિશામાં બે મિનિટ હલાવવું. કોથળાથી ઢાંકી દેવું. આ પ્રક્રિયામાં એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ અને મીથેન જેવા વાયુઓ બને છે.ઉનાળામાં જીવામૃત સાત દિવસમાં તૈયાર થાય છે. શિયાળામાં 8 થી 15 દિવસમાં. ત્યારબાદ વધેલું જીવામૃત જમીનમાં ફેંકી દેવું. પિયત સાથે આપવાથી જમીનમાં જીવાણુઓની સંખ્યા વધે છે. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે. ખેતીમાં જીવામૃતનો ઉપયોગ મહિને એક કે બે વાર, 200 લીટર પ્રતિ એકર પિયતના પાણી સાથે કરી શકાય.
ફળઝાડની બપોરે પડતી છાયાની નજીક પ્રતિ ઝાડ 2 થી 5 લીટર જીવામૃત ગોળાકાર રીતે આપી શકાય. જમીનમાં ભેજ હોવો જરૂરી છે. સ્પ્રે તરીકે 200 લીટર પાણીમાં 10 લીટર જીવામૃત ભેળવી એકર દીઠ છાંટણી કરવી. વાવણી પહેલા જમીનમાં 200 લીટર જીવામૃત છાંટવું. ટપક સિંચાઈમાં રાત્રે જીવામૃત આપવું. દ રેક 15 દિવસના અંતરે જીવામૃત આપવું. જીવામૃતથી જમીનની ઉત્પાદકતા વધે છે. પાકોની વૃદ્ધિ ઝડપી થાય છે. જમીનની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખાતરના ખર્ચમાં ઘટાડો થાય છે. જીવામૃત જમીનને જીવંત રાખે છે. લાંબા સમય સુધી ખેતી ટકાવી શકે તેવું માહોલ બનાવે છે.તાપી જિલ્લામાં 17406 ખેડૂતો 8.242 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરે છે. અહીં જીવામૃત બનાવવા માટે માળખાકીય સુવિધા ઉભી કરવા માટે આત્મા ગ્રુપ અને સખી મંડળ મળીને 14 ગૃપને સહાય આપવામાં આવી છે. FPO, ગૌશાળા, પાંજરાપોળ અને સહકારી સંસ્થાઓ મળીને 3 સંસ્થાને રૂ. 1.20,000 સુધીની સહાય આપવામાં આવી છે.

