વાંસદા: કંડોલપાડા ગામે વાવ ફળિયામાં 6થી 7 ઘરને પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ આગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વર્ષ 2023-24મા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાંપંચ અંતર્ગત મિની પાણીની ટાંકીની ફાળવણી કરાઇ હતી. કોન્ટ્રાકટર દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરી 6થી 7 ઘરના રહીશોના ઘરો સુધી પાઈપ લાઇન પણ કરી દેવામાં આવી હતી પરંતુ અહીંના રહીશોને પાણી મળે એવી ધારણા ખોટી સાબિત થઈ હતી.ટાંકી બની પાઈપલાઇન થઈ ગઈ પરંતુ પાણી લાવવા પ્રથમ અને મુખ્ય જે વીજ જોડાણ ન મળ્યું.

Decision News ને મળેલી માહિતી અનુસાર જેને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક રહીશોએ આ બાબતે વીજ કંપનીના ધરમધક્કા ખાવા પડયા હતા. જેમાં સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે વીજ જોડાણ માટે વીજ કંપનીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.વીજ કંપની દ્વારા જણાવાયું કે ગ્રામ પંચાયતના નાણાં બાકી નીકળતા હોવાથી નવું કનેક્શન આપી શકીએ એમ નથી. જ્યારે હાલના સરપંચના જણાવ્યા પ્રમાણે અગાઉ મંદિર પાસેની ટાંકી પર વીજ જોડાણમાં કોઈક દ્વારા આંકડો નંખાયો હતો.વૌજ કંપનીની રેડમાં પક્ષાના ગ્રામ પંચાયત પર કેશ કી હતી. હાલ આ કેસ પેલિંગ હોષાને લઇ નથા બીજ જોડાણ વીજ કંપની આપી રહ્યું ન હોવાનું પણ જાણવા મળ્યું હતું મારે નથી ટાકી માની ત્યા સુધી અધિકારી અને સરપંચ હા૫ આ બાબતે અગાઉથી અન્ય વિકળ કેળ ઉલ્મી ન કરાવી આ અશ્વ અહીંના લોકોમાં ઉદભાવી રહ્યો છે.અગાઉ લગભગ વર્ષ-2016માં મંદિર પાસેની ટાંકી પર કોઇક દ્વારા વીજ વપરાશ માટે આંકડો નાંખવામાં આવતા વીજ કંપનીએ ગુનો નોંધ્યો હતો. આ કેસ હાલમાં પણ ચાલી રહ્યો છે. કેસ નિકાલ ન થાય ત્યાં સુધી વીજ કંપની નવા જોડાણ આપી શકતી નથી. વાવ ફળિયાની ટાંકી માટે હું પોતે વીજ કંપનીમાં ગયો હતો પણ મને ત્યાંથી આજ જવાબ મળ્યો હતો.

જ્યારથી આ ટાંકી બની છે ત્યારથી લઈ વીજ જોડાણ માટે અમે પંચાયત અને વીજ કંપનીમાં અનેક ધક્કા ખાઇ રહ્યા છે. અમને આ ટાંકી માટે આજે આશરે બે વર્ષથી વીજ જોડાણ આપવામાં આવ્યું નથી. વીજ કંપની કહે છે કે તમારા પંચાયતના નાણાં બાકી હોવાને લઇ અમે તમને વીજ જોડાણ આપી શકીએ એમ નથી.