નવીન: ફિલ્મ 3 ઇડિયટ્સમાં ફરહાનને ફોટોગ્રાફીથી પ્રેમ હતો, પરંતુ સમાજ અને માતાપિતાની અપેક્ષાઓના બોજે તેને એન્જિનિયર બનાવી દીધો. આ કહાની કશેક સાંભળેલી લાગે છે ને.. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાસ્તવિક જીવનમાં પણ કોઈ આવો નિર્ણય લઈ શકે છે ?
મળો હૈદરાબાદના સાઈ કિરણ ભગવતુલાને, જેમણે 13 વર્ષ સુધી IT સેક્ટરમાં એક સફળ કારકિર્દી બનાવી શાનદાર નોકરી, સુરક્ષિત ભવિષ્ય… બધું જ હતું. પરંતુ એક વસ્તુ જે ક્યાંક પાછળ રહી ગઈ હતી – તે હતી પ્રકૃતિ માટે પ્રેમ અને પોતાને શોધવાની ચાહ. 2023માં તેમણે નોકરી છોડી, અને શરૂ કર્યું પોતાનું ડ્રીમ વેન્ચર- Wildlife Whisperers. આ કોઈ સામાન્ય સ્ટાર્ટઅપ નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે જે જંગલો, પ્રાણીઓ અને પ્રકૃતિના અનુભવો દ્વારા માણસોને વધુ સારા બનાવે છે. આ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ કોર્પોરેટ પ્રોફેશનલ્સ, સ્કૂલો અને ટીમો માટે એવા પ્રોગ્રામ્સ બનાવે છે.
તેના સ્થાપક સાઈ કિરણ અને તેમની ટીમનું માનવું છે –
“પ્રકૃતિ પોતે એક ખુલ્લી પુસ્કતક છે, જે આપણને શીખવે છે કે કેવી રીતે ટકી રહેવું, સહયોગ કરવો અને વધવું – વ્યક્તિગત અને વ્યાવસાયિક, બંને જીવનમાં.” તેમની આ વિચારસરણી આજના દોડધામભર્યા, તણાવથી ભરેલા કોર્પોરેટ જીવનમાં એક રાહતનો શ્વાસ છે.
આ કહાનીમાંથી શું શીખવા મળે છે ? ક્યારેક જીવનનો શ્રેષ્ઠ અભ્યાસ ડિગ્રી કે ઓફિસ નહીં, પરંતુ વૃક્ષો અને પક્ષીઓની વચ્ચે હોય છે. પેશનને પ્રોફેશનમાં બદલવાની હિંમત જ અસલી “જોબ સક્સેસ” છે. તો વિચારો – શું તમારી અંદર પણ એક ‘ફરહાન’ છુપાયેલો છે ? શું કોઈ એવું સપનું છે જેને તમે આજે પણ જીવવા માંગો છો ?
BY- બેટર ઈન્ડિયા પેજ માથી..

