નર્મદા: નર્મદાના તિલકવાડાના રેંગણ વાસણ થી વીરપુરને જોડતો રસ્તો રેલવે ટ્રેકમાં ગાયબ થઇ ગયો છે. 10 થી વધુ ગામો ની અવર જવર વાળો રસ્તો ચોમાસા પહેલા બનાવવા માગ લોકો કરી રહયાં છે. કોયારીથી રેંગણ વાસણ થઈ વીરપુર અને સીધા તિલકવાડા નો આ સરળ રસ્તો ચોમાસામાં બંધ થઇ જતા ગામના લોકોને 19 કીમીનો ફેરો ફરી જવું પડે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર તિલકવાડાના રેંગણ વાસણ થી વીરપુર જતો રસ્તો રેલવે આવવાના કારણે ગાયબ થઇ ગયો આ ખરાબ રસ્તો માત્ર 100 મીટર લાંબો છે પરંતુ ત્રણ વર્ષથી લોકો ધક્કા ખાય છે તંત્ર બનાવતું નથી રેલવે વાળા મીટીંગો કરવાની વાતો કરે જયારે મામલતદાર, પ્રાંત રેલવેની જમીન હોવાની વાત કરે પણ કોઈ સમસ્યા હલ કરતુ નથી. તિલકવાડા તાલુકાના ભાદરવા કોયારી થી વાડિયા વાસણ રેંગણ ગામને જોડતો વીરપુર ગામનો રસ્તો 2019-20 માં રેલવે લાઈન નખાતા આ રોડ રેલવેના ટ્રક નીચે દબાઈ ગયો હતો.રેલવે ના અધિકારીઓને વિનંતી કરી પણ પછી બનાવી આપીશું કરી વાત ટાળી દીધી, ટ્રેનો સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી દોડતી થઇ ગઈ પરંતુ રેલ માર્ગ આવવાને કારણે વીરપુર ગામનો મુખ્ય અડધો કિલોમીટર રસ્તો રેલવે લાઈનમાં જવાથી રસ્તો ગાયબ થઇ ગયો હવે રેલવે ટ્રેક ની બાજુમાં રસ્તો બનાવી હાલ ગ્રામજનો અવાર જવર કરે છે પરંતુ ધૂળ વાળો અને જોખમી રસ્તો હોય ઘણા લોકો અહીંયા પડે છે જેમાં ખાસ તો ચોમાસામાં ખુબજ મુશ્કેલી ઉભી થાય છે. અવર જવર બિલકુલ બંધ થઇ જાય છે. જો આટલો રસ્તોરેલવે ના અધિકારીઓને વિનંતી કરી પણ પછી બનાવી આપીશું કરી વાત ટાળી દીધી, ટ્રેનો સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી દોડતી થઇ ગઈ પરંતુ રેલ માર્ગ આવવાને કારણે વીરપુર ગામનો મુખ્ય અડધો કિલોમીટર રસ્તો રેલવે લાઈનમાં જવાથી રસ્તો ગાયબ થઇ ગયો હવે રેલવે ટ્રેક ની બાજુમાં રસ્તો બનાવી હાલ ગ્રામજનો અવાર જવર કરે છે પરંતુ ધૂળ વાળો અને જોખમી રસ્તો હોય ઘણા લોકો અહીંયા પડે છે જેમાં ખાસ તો ચોમાસામાં ખુબજ મુશ્કેલી ઉભી થાય છે.

અવર જવર બિલકુલ બંધ થઇ જાય છે. જો આટલો રસ્તો તાલુકા કે ગ્રામપંચાયત માં કોઈ પણ ગ્રાન્ટ માં બનાવી દેવામાં આવે તો આ ચોમાસા પહેલા બની જાય તો 10 ગામોના હજારો લોકોને રાહત થઇ જાય તેમ છે.રેલવે ટ્રેકની સાઈડ પર આ કાચા રસ્તા પરથી 11 જેટલા ગામોના હજારો લોકોને પસાર થવું પડે છે.ચોમાસામાં ખાડા ખૂબ મોટા પડી જાય કિચ્ચડ થઇ જાય એટલે રસ્તો બે ત્રણ મહિના બંધ થઈ જાય ચોમાસાની ઋતુમાં 19 કિલોમીટર ફેરો ફરવો પડે છે. છેલ્લા 3 થી 4 વર્ષ થવા આવ્યા છતાં આ રસ્તા અંગે કોઈ ધ્યાન આપતું નથી અને એક બીજ પાર ખો આપી રહ્યા છે.