ભરૂચ: ભરૂચ જિલ્લાના સાઇક્લિસ્ટ નિલેશ ચૌહાણને સાઈકલિંગ ક્ષેત્રમાં પ્રતિભાશાળી યોગદાન બદલ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
Decision News ને મળેલી માહિતી અનુસાર ગુજરાત સ્થાપના દિવસ 2025 ઉપક્રમે ગુજરાત સિને મિડિયા ગ્રુપ દ્વારા બરોડામાં ગૌરવવંતા ગુજરાતના 65માં સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગૌરવવંતા ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિવિશષ વ્યક્તિઓનું અનોખું સન્માન એટલે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ – 2025નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં દરેક કાર્યક્ષેત્ર જેમકે સામાજિક, શૈક્ષણિક/સાંસ્કૃતિક તથા રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ વ્યક્તિને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે.
જેમાં ભરૂચના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણને તેમના સાયક્લિંગ ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.











