નર્મદા: નર્મદા જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહેલ NEET ની પરીક્ષા માટે બે કેન્દ્રો ની ફાળવણી Precise Measurement of +-1°C OPTEX FA CO, LTD > પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યકક્ષાએથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં નર્મદા જિલ્લા કલેકટર સહિત પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ જોડાયા રાજપીપલા : જુનેદ ખત્રી વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ NEETની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે તા.04/05/2025ના (રવિવાર)ના રોજ આ પરીક્ષા યોજાવાની છે. નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને અત્યારસુધી પાડોશી જિલ્લાઓમાં NEETની પરીક્ષા આપવા અર્થે જવું પડતું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર જોકે, આ વર્ષે નર્મદા જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, ગોરા, તા ગરૂડેશ્વર અને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, તિલકવાડા, તા. તિલકવાડા એમ કુલ-2 પરીક્ષા કેન્દ્રો પરીક્ષા એજન્સી દ્વારા ફાળવવામાં આવ્યા છે.આગામી તા.04/05/2025(રવિવાર)ના રોજ જિલ્લામાં બે પરીક્ષા કેન્દ્રો ખાતે NEET-2025પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે બુધવારે સાંજે રાજ્યકક્ષાએથી મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી દ્વારા વીડિયોકોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ સાથે પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

આ વીડિયો કોન્ફરન્સમાં નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંક્તિ પન્ન, એસએસપી લોકેશ યાદવ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ સહિત પરીક્ષા સાથે સંકળાયેલાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વીડિયો કોન્ફરન્સ દરમિયાન પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ પર પુરતી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત, આરોગ્ય લક્ષી સુવિધાઓ, પીવાનું પાણી વીજળી અને વાહન વ્યવહાર તથા પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસઓપી મુજબ પરીક્ષા લક્ષી કામગીરી કરવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે જોવા પર ભાર મૂક્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here