અંકલેશ્વર: અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીક ઇલેક્ટ્રીક સ્કૂટરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર અંકલેશ્વરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે આજરોજ સવારના સમયે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીક ઇલેકટ્રીક સ્કૂટરમાં અચાનક જ આગ ફાટી નીકળ હતી. સૌ પ્રથમ ધુમાડા નજરે પડતાં ચાલકે સ્કૂટર બાજુ પર પાર્ક કરી દીધું હતું અને નીચે ઉતરી ગયો હતો ત્યારબાદ સમગ્ર સ્કૂટર આગની ચપેટમાં આવી ગયું હતું.

આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વરમાં ઉનાળામાં વાહનો તેમજ કંપનીઓમાં આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે જે ચિંતાજનક બાબત કહી શકાય.