ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે શ્રીમદ્દ રાજચંદ્ર એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુર તરફથી મોટીઢોલ ડુંગરી ગ્રામ પંચાયત પાસે એનિમિયા તપાસ અને આંખની તપાસ કરી વિનામૂલ્યે ચશ્માં આપવાનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ગામના 162 થી વધુ લોકો એ લાભ લીધો હતો જેમાં 32 જેટલાં લાભાર્થીઓને લીહીનું પ્રમાણ ઓછું હોવાથી દવાઓ આપવામાં આવી અને 130 જેટલાં લોકોને ફ્રી માં ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજચંદ્ર હોસ્પિટલનો સ્ટાફ મિત્રો હિરેન પટેલ, ભરત ભાઇ રાઉત,લક્ષ્મી બેન વાઢુ, હેમાંગીની પટેલ, નિકુંજ ભાઇ ગામતા, ખુશી બેન ગોહિલ, હર્ષિદા બેન ગામિત, સંજય બારીયા એ ખુબ જ સારી રીતે લોકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ કાર્યક્રમને લઈને ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,પંચાયત ના સભ્યશ્રી ઓ ઉમેદ પટેલ, જયેશ પટેલ, મગન પટેલ, મહેન્દ્ર પટેલ, નયન પટેલ, સંદીપ પટેલ, સુનિલ પટેલ નો સહયોગ થી કાર્યક્રમ નુ સુંદર આયોજન થયું તે બદલ તમામનો આભાર માન્યો હતો.