ભરૂચ: ભરૂચ જિલ્લામાં મૌસમના બદલાયેલા મિજાજ જોવા મળી રહ્યા છે.બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજે સવારના સમયે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધૂમમ્સભર્યું વાતાવરણ નજરે પડ્યું હતું. ધુમ્મસના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નડી હતી.હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સવારના સમયે એકાએક જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

ધૂમમ્સભર્યા વાતાવરણના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી જોકે સૂર્યનારાયણને દર્શન દીધા બાદ વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું.