સાપુતારા: ગતરોજ હિલ સ્ટેશન સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગમાં ફોરેસ્ટ સર્કિટ હાઉસ પાસે આઇસર ટ્રક નંબર GJ-23-AT-7968 હ્યુન્ડાઈ એક્સટર ગાડી નબર GJ-05-RW-8194 ને અડફેટમાં લેતા ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી
આઇસર ટ્રક હ્યુન્ડાઈ એક્સટર ગાડી વચ્ચે થયેલા અકસ્માતને કારણે વઘઈ રોડ તરફ જતી શેરડીના જથ્થાથી ભરેલ ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ડ્રાઇવર અને ક્લીનરને નજીવી ઈજા થઈ છે. સુરત થી નાંદેડ લગ્ન પ્રસંગમાં જતા કારમાં સવાર પાંચમાંથી ચાર જણને ગંભીર ઇજા થઈ છે. જેમાં સાહેબરંગ વાલ્મિકી નામના એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા મૃત્યુ થઈ ગયું હતું.
અકસ્માત સર્જાતા તાત્કાલિક ઘટના સ્થળે 108 ને બોલાવવામાં આવી હતી જેમાં ઘાયલોની નજીક આવેલી CHC સેન્ટર સામગાહાન ખાતે ખસેડવામાં આવ્યા હતા સાપુતારા પોલીસ ટીમે તાત્કાલિક ત્યાં હાજર થઈને ઘાયલોની મદદ કરી હતી.

