નવસારી: નવસારી મરોલીના પોંસરા ગામે સુરતના ઇસમની ખાનગી કંપનીની જગ્યા આવેલી છે. તેઓએ રસ્તાના બહાને પોંસરા ગામે કુદરતી કાંસના અલગ અલગ બ્લોકમાં માટી પુરાણ કરી કાંસ બંધ કરી દીધી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર રસ્તાના બહાને પોંસરા ગામે કુદરતી કાંસના અલગ અલગ બ્લોકમાં માટી પુરાણ કરી કાંસ બંધ કરી દીધી હતી. જેને લઇ ગ્રામ પંચાયતે ત્રણ વાર નોટિસ આપી હતી અને મીંઢોળા નદી તરફ જતા રસ્તાની બાજુમાં નાળ બનાવી ભૂંગળા નાખી દબાણ કરાયું છે. આ બાબતે કંપનીના સંચાલકો દ્વારા યોગ્ય જવાબ ન અપાતા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તેનો લેખિતમાં ખુલાસો માંગ્યો હતો.
કાંસ પરનું દબાણ દૂર ન થાય તો તકલીફ સુરતની કંપની દ્વારા પોંસરા ગામે કુદરતી નિકાલની કાંસમાં પુરાણ કરાતા પંચાયત દ્વારા બેથી ત્રણવાર નોટિસ આપી હતી પણ કોઈ કાર્યવાહી ન કરતા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય તેમ છે. તલાટીએ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી હતી.

