નર્મદા: રાજપીપળા ઉનાળો આકારો બનતો જાય છે. અને અસહ્ય ગરમીમાં રાજ્યના ખેડૂતો સિંચાઈ ના પાણીની માંગ કરી રહ્યા છે સાથે ગુજરાતમાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના 92 ડેમમાં માત્ર 30 % પાણી હોય ચિંતિત સરકાર દોડતી થઈ છે, ત્યારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ રાજ્યમાં પીવાનું પાણી અને સિંચાઈ નું પાણી પૂરું પાડવા સક્ષમ છે.
કેમ કે નર્મદા ડેમ આજે પણ 60 ટકા ભરેલો છે અને તેના સંગ્રહિત જથ્થા માંથી વીજળી પણ ઉત્પાદન કરે છે અને ખેડૂતોઅને શહેરો માટે પીવાના પાણી પણ કેનાલ માં છોડી રહ્યા છે. સરકાર ને નર્મદા ડેમ પર ભરોસો છે. સરદાર સરોવર નર્મદા બંધ ની જળસપાટી 124.32 મીટર છે. એટલે કે સરદાર સરોવરમાં 2000.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ છે. હાલ ડેમ 60 ટકા ભરેલો છે.
નર્મદા ડેમના ઉપરવાસ માંથી માત્ર 9,185 ક્યુસેક પાણી ની અવાક થઇ રહી છે. જેની સામે 12,951 કયુસેક પાણી ખર્ચ કરી રહ્યા છે. કેનાલમાં પાણી 5,626 ક્યુસેક છોડવામાં આવી રહ્યા છે. આ સાથે ઉનાળામાં ત્રણ રાજ્યો ને વીજળી પુરી પાડવા કેનાલહેડ પાવર હાઉસનું એક યુનિટ અને રિવરબેડ પાવર હાઉસ નું એક યુનિટ ચાલુ રાખવામાં આવ્યું છે.

