નવસારી-વલસાડ: આમ આદમી પાર્ટી આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા મિટિંગો કરી રહ્યા છે ત્યારે તેમણે ગતરોજ વલસાડના ધરમપુર અને નવસારીની મુલાકાત લીધી અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કાર્યકર્તા મિટિંગ યોજી હતી.

આ મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી કમલેશભાઈ સહિત કોર્પોરેટરો અને અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આગામી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે આયોજન અને રણનીતિ પર ચર્ચા થઈ.

ચૈતર વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુરત, વલસાડ અને નવસારીમાંથી મજબૂત સંકેત મળી રહ્યા છે અને સંગઠન ઝડપથી વિસ્તરી રહ્યું છે. સુરત, નવસારી અને વલસાડમાં કાર્યકરો સાથે મહત્વપૂર્ણ મિટિંગ યોજી આગામી પગલાંની રૂપરેખા બનાવી હતી.