કપરાડા: કપરાડાના ઓઝરડા ગામે પીવાના પાણીના લઈને ભારે બૂમરાણ મચેલી છે. ઓઝરડા ગામના ડોઈ ફોડા અને સેગુ ફળિયામાં અંદાજે 150થી વધુ ઘરોના 1 હજાર લોકો એક માત્ર સરકારી બે કૂવા પર આધાર રહેલો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ગામમાં પાણીની ટાંકીમાંથી મહિનામાં એકાદ વાર પાણી આવતું હોય છે. એવું અહીંના આગેવાન દેવજી વાઘાતના જણાવ્યા મુજબ હાલ લગ્ન સિઝન ચાલી રહી હોય પ્રસંગમાં કૂવાથી પાઈપ લઈ મારફત ઘર નજીક ભૂગર્ભ ટાંકામાં પાણી ભરવા પડે છે. કૂવામાં 10થી વધુ મોટર નાખેલી છે.

જેના થકી પાણી ની સપ્લાય ઘર સુધી પહોંચાડી પીવા તેમજ કપડા ધોવા,નાહવા, ઢોરો માટે પાણી નો ઉપયોગ કરતા હોય છે. જોકે બાકીના ઘરના લોકો અંદાજે અડધો કિલોમીટર ચાલીને કૂવા પર થી પાણી ભરવા મજબૂર થઈ ગયા છે. કૂવામાં પાણી 70 ફુટ ઊંડાઇએ હોય પાણી ખેંચવામાં નાકે દમ આવી જાય છે.