નવસારી: નવસારીના છાપરા રોડ પર છેલ્લા 2 મહિનાથી પડતી હાલાકી 15મી સુધીમાં હળવી થશે. નવસારીના છાપરા રોડ પર છેલ્લા બે મહિનાથી મહાપાલિકાનું કામ ચાલી રહ્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ડ્રેનેજની સાથે વરસાદી ગટર અને પાણીની યોજનાનું પણ કામ ચાલી રહ્યું છે. જેને લઈ રોડ પર ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે. રોડ પણ બંધ કરવો પડ્યો છે અને કેટલીક જગ્યાએ ડાયવર્ઝન પણ આપવું પડ્યું છે. આ સ્થિતિને લઈ અહીંથી અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે.
જોકે હવે હાલાકી નજીકના દિવસોમાં હળવી થશે. સૂત્રોના જણાવ્યા મુજબ 15મી મે સુધીમાં મહત્તમ કામગીરી પૂરી થશે. માત્ર રોડ બનાવવાની કામગીરી જ બાકી રહેશે, જેને લઈ મોડામાં મોડુ 15 મે બાદ અવર જવરમાં વધુ મુશ્કેલી પડશે નહીં.

