નવસારી: નવસારીના છાપરા રોડ પર આવેલ પટેલ સોસાયટી, તુલસીવન જેવી સોસાયટીમાં બ્રોડ બેન્ડના કર્મીઓ દ્વારા વીજ કંપનીના થાંભલા ઉપર કામ થયા બાદ વધેલા વાયર ત્યાં જ મૂકી દેતા હોય સોસાયટીના લોકોએ ફરિયાદ કરતા તેઓ ધમકી આપતા હોવાની રાવ સ્થાનિકોએ કરી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર નવસારીના તુલસીવન સોસાયટી, પટેલ સોસાયટી વિસ્તારમાં ડીજીવીસીએલના સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર ખાનગી બ્રોડ બેન્ડ કંપનીના કર્મચારીઓ દ્વારા કામ થયા બાદ વાયરના ગૂંચળા જમીન ઉપર નાંખી દેતા સોસાયટીવાસીઓમાં આક્રોશ ફેલાયો છે. કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની ?
આ બાબતે સ્થાનિકોએ પાલિકાના રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેને લઇ પાલિકા દ્વારા આ ખુલ્લા વાયર બ્રોડ બેન્ડ કંપનીના કર્મચારીઓને કહી યોગ્ય રીતે અસ્માત ન થાય તેવા સ્થળોએ મૂકવામાં આવે તેવી સ્થાનિકોએ અપીલ કરી હતી.

