સુરત: સુરતના વેસુમાં કાર અને રિક્ષાનો ગમખ્વાર અકસ્માત કારની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈ ડિવાઈડર સાથે અથડાઈ ડિવાઈડર સાથે રીક્ષા અથડાતા મુસાફરો ભરેલી રીક્ષા પલ્ટી ખાઈ જતા દોઢ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. અકસ્માત સજર્યા બાદ કાર ચાલક ભાગી જાય તે પહેલા અન્ય રાહદારીઓ દ્વારા કારચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

સુરતમાં બેફામ કાર ચાલકે રીક્ષાને પાછળના ભાગે ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ રિક્ષા ફંગોળાઈ બીઆરટીએસ ના ડિવાઇડર સાથે અથડાઈ હતી. ડિવાઇડર સાથે અથડાયા બાદ રીક્ષા પલટી મારી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એક માતા તેનાં દોઢ વર્ષનાં પુત્રને લઈ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા. ઓટો રિક્ષામાં અન્ય ચાર મુસાફરો પણ મુસાફરી કરી રહ્યા હતા. ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલ કાર રિક્ષાની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. જેના કારણે ઓટો રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ સમગ્ર મામલે એસીપી એસ.આર.ટંડેલે જણાવ્યું હતું કે, બપોરે એક વાગ્યાની આસપાસ જોલી પાર્ટી પ્લોટ પાસે રિક્ષા ચાલક પુર ઝડપે જતા અને બલેનો કાર ત્યાંથી પસાર થતા ત્રણ ચાર વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. જેમાં એક માતા અને બાળકીને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જાણવા મળેલ છે કે નાની બાળકી હતી. જેનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું છે. તેમજ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે રીક્ષા ચાલકો અને વાહન ચાલકો જે રફ ડ્રાઈવીંગ કરતા હોય તેવું ન કરે. જેથી અકસ્માતો અટકાવી શકાય.