ચીખલી: આજરોજ ચિખલી તાલુકાના વાંસદાની પ્રતાપનગર શાળામાં શિક્ષકની નોકરી કરતા બે શિક્ષકોએ ચીખલીના રાનકુવા ગામે 45 વર્ષીય શિક્ષિકા મિત્ર લતા પટેલના ઘરે લતા પટેલ અને છોટુ પટેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ બનતાની સાથે જ પાડોશીઓએ ચીખલી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે આવીને બંને શિક્ષકોનો મૃતદેહ કબ્જે લીધો હતો અને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. વાંસદાની પ્રતાપનગર શાળામાં શિક્ષકની નોકરી કરતા બંને શિક્ષકોના મૃતદેહ મળતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો તેને જોતા વિસ્તારના લોકોમાં એ ચર્ચાએ જોર પકડયું છે કે છોટુ પટેલે તેની મિત્ર લતા પટેલની હત્યા કરી છે અને ત્યાર બાદે તેણે પોતે પણ ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી લીધી છે.
ચીખલી પોલીસ કરી રહી છે તપાસશિક્ષકોની આત્મહત્યા બાદ ચીખલી પોલીસે બંને શિક્ષકોના મૃતદેહને કબજે લઈને મોતનું કારણ જાણવા માટે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શિક્ષક લતા પટેલનું મોત કેવી રીતે થયું છે. હાલમાં પોલીસે બંને શિક્ષકોના મૃતદેહ મળ્યા બાદ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

