ભરૂચ: અંક્લેશ્વર નજીક NH-48 પર ખરોડ ચોકડી નજીક અકસ્માત અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં કોસંબા ખાતે કોલેજમાં જઈ રહેલા બે યુવકોના મોત પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી ગુજરાતમાં અસ્માતની ઘટનામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગતરોજ એક દિવસમાં બે શહેરોમાં અકસ્માતના કારણે બે લોકોના મોત નિપજ્યા છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ભરૂચ અંક્લેશ્વર નજીક NH 48 પર ખરોડ ચોકડી નજીક અકસ્માતમાં સર્જાયો હતો. કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા એ દરમિયાન પુરઝડપે જતા અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દઢાલ ગામનાં 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવાનું મોત નિપજ્યું હતું. આ દરમિયાન પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ દરમિયાન અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરીછે

