ધરમપુર: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે ત્યારે એમાં ધરમપુર તાલુકો કેમ બાકી રહે..  વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં બનેલ પુલિયામાં કોન્ટ્રાક્ટરે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાના દ્રશ્યો મળ્યા છે.

Decision News ને ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં નદી ફળિયામાં હરેશભાઈ બુધનભાઈના ઘર પાસે 15 નાણાપંચની યોજનામાંથી 2023-24માં બનેલ 1,00,000 લાખ રૂપિયાના નાળાનું કામ ફિલ્ડવર્ક દરમિયાન જોવા મળ્યું કે સાવ હલકી કક્ષાનું કરવામાં આવ્યું હતું. લાખ રૂપિયાના કામકાજમાં નકરી વેઠ ઉતારવામાં આવી હોય એવું માલુમ પડયું છે.

આ મુદ્દે ગ્રામજનો સાથે વાતચીત કરી તો તેમનું કહેવું હતું કે કોન્ટ્રાક્ટર અને સરપંચની મિલીભગત છે તેઓએ હલકી કક્ષાનું કામ કરી રૂપિયા ચાવ કર્યા છે આવા તો ગામમાં ઘણા કામો તમને જોવા મળશે જેમાં ભ્રષ્ટાચાર કરી સરકારી ગ્રાન્ટ ગપચવવામાં આવી છે. સરકારી રૂપિયા અધિકારી, કોન્ટ્રાકટર સરપંચ તલાટીના ખિસ્સામાં જાય છે કામમાં નહીં..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here