ધરમપુર: શાંતિ સુરક્ષા અને સલામતી માટે બંધારણના કાયદામાં પોતાનું કાર્ય કરી લોકોની સુવિધા માટે તત્પર પોલીસ પોતાના અમુક કાર્યો દ્વારા પોતાની અનોખી છાપ છોડે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ ધરમપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યું છે.
Decision news દ્વારા આજે ધરમપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી તો ઉડીને આખે વળગે એવી વાત એ હતી કે સ્ટેશનની ફરતે જે દીવાલ બનાવવામાં આવી છે તેના પર આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની પ્રસિધ્ધ વારલી ચિત્ર કૃતિઓથી સાઇબર ક્રાઇમ, ટ્રાફિક નિયમો, દારૂબંદી, અકસ્માતમાં સાવચેતી, ગુનાખોરીમાં જાગૃતિ, સમાજમાં સમજદારીથી જીવન જીવવાની કળા વગેરે અનેક લોક સંદેશાઓ આપવાનો અનોખો અને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અહીના પોલીસ અધિકારીઓ અને કર્મચારી ખરેખર અભિનંદન પાત્ર કામગિરી કહી શકાય.
હાલમાં પોલીસની છબી પર લોકો સવાલો ઊભા કરી રહ્યા છે ત્યારે ધરમપુર પોલીસ સ્ટેશનના બધા જ પોલીસવાળાઓએ વારલી પેંટિંગ દ્વારા પોતાના લોક જાગૃતિનું કર્તવ્યની નિભાવવાની પહેલ કરી છે તેને લઈને લોકોમાં વાહવાહી થતી જોવા મળી રહી છે.

