વલસાડ: વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રહેતા ટંડેલ પરિવારની યુવતી ઉન્નત વર્ગનો દાખલો કઢાવવા માટે પરિવાર સાથે વલસાડના જનસેવા કેન્દ્રમાં આવી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ કાળઝાળ ગરમીના કારણે યુવતીને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે ત્યાં જ ઢળી પડી હતી.યુવતીની સ્થિતિ જોઈને તેના પિતા અને જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા હોમગાર્ડની મહિલા કર્મચારીઓ તરત જ મદદે દોડી આવ્યા હતા.

યુવતીના પિતા તેને ઊંચકીને જનસેવા કેન્દ્રની બહાર લઈ આવ્યા હતા. હોમગાર્ડ કર્મચારીઓએ તાત્કાલિક રોડ પરથી પસાર થતી એક ખાલી ઇકો કાર રોકી હતી. યુવતીને તાત્કાલિક સારવાર મળે તે માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના વલસાડમાં નોંધાયેલા ભીષણ ગરમીના મોજાને કારણે બની હોવાનું સામે આવ્યું છે.