વાલોડ: વાલોડ નગરમાં ઉતરતી બજારથી ગણેશ મંદિર તરફ જતા નદી કિનારેના રોડ પર છેલ્લા એક માસથી વધુ સમયથી ગટરની ચેમ્બર ઉભરાય રહી છે, આ રસ્તા ઉપરથી દર મંગળવારે ગણેશ મંદિરના દર્શને આવતા લોકો ગંદુ ગોબારશ પાણીમાંથી પસાર થાય છે, સ્થાનિક રહીશોને આ દુર્ગંધ યુક્ત પાણી રસ્તા પર નીકળવાથી રહેવું દુશ્કર બન્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ અંગે સ્થાનિક ગ્રામ પંચાયત સભ્ય રવિ શાહ દ્વારા ગ્રામ પંચાયતમાં જાણ કરી હોવા છતાં પ્રેશર મશીન બગડી ગયા હોવાનું જણાવી છેલ્લા એક માસથી વધુ સમયથી કામગીરી કરવા તારીખ પે તારીખ, તારીખ પે તારીખ આપી રહ્યા છે, કામગીરી થતી નથી, લોકોને આવા દુર્ગંધ યુક્ત પાણીમાંથી પસાર થવું પડશે, સ્થાનિક રહીશોને રહેવું દુશ્કર પડે છે. તેમ છતાં લોકોની સમસ્યાને ગ્રામ પંચાયત દ્વારા હળવાશથી લેવામાં આવે છે, છેલ્લા બે માસથી પ્રેસર મશીન બગડ્યા. હોવાનું ગાણું ગાવામાં આવી રહ્યું છે.
લોકોને સુખ સગવડ મળે તે હેતુથી પ્રેસર મશીન લાખોના ખર્ચે સરકાર દ્વારા ગ્રામ પંચાયત વાલોડને આપવામાં આવ્યું છે, પરંતુ મશીન ઓપરેટર દ્વારા જે સંચાલન કરવામાં આવે છે તેમાં સમયાંતરે મશીન બગડે છે અને મશીન બગડ્યા હોવાના રટણ રટી કામગીરીને ટલ્લે ચડાવવા સિવાય બીજું કશું થતું નથી, જો ગ્રામ પંચાયત સભ્યની ફરિયાદ હોવા છતાં કામગીરી કરવા અખાડા કરવામાં આવતા હોય તો સામાન્ય નાગરિકની શું દશા થતી હશે તે વિચારવા જેવી બાબત છે.

