વાંસદા: 20 એપ્રિલ થી અગામી 27 એપ્રિલ 2025 સુધી રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જ્વ્હાર ખાતે પાલઘર જીલ્લામાં યોજાનાર તે અંતર્ગત આદિવાસી સમુદાયના ગુજરાતના પાંચ જિલ્લાઓને કેન્દ્રીય કોર મેમ્બર, તેમજ જિલ્લાના કેન્દ્રીય કોરના સભ્યો સાથે નાણાકીય ભંડોળ માટે વિવિધ જીલ્લાના તાલુકામાંથી એકત્ર કરી 50 ટકા રકમ એકત્ર કરવામાં આવેલ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આગામી દિવસોમા જવ્હાર ખાતે કેન્દ્રીય કોરના ખજાનચીને જમા કરવામાં આવશે, તેમજ આ રાષ્ટ્રીય પ્લેટફોર્મ ગુજરાતના 6 (છ) મુજબ વક્તાઓને પસંદગી કરવામાં આવેલ જેઓની ચર્ચા કરી ફાઇનલ કરવામાં આવેલ, તેમજ ગુજરાતના તમામ જિલ્લા ડાંગ, તાપી, ધરમપુર, કપરાડા અને વાંસદામાંથી આઠ લોક નૃત્ય, સંસ્કૃતિની આધારીત રષ્ટ્રીય મહાસંમેલનમાં રજુ થનાર છે તેઓને જવા આવવા માટેની વ્યવસ્થા સાથે વસ્તવિક વાજીંત્રો સાથે કેન્દ્રીય કોરની ટીમની સાથે લોક નૃત્ય અને સંસ્કૃતિને આધીન તા.27/04/2025 ના રોજ જવ્હાર ખાતે રાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપરથી રજુ થનાર છે.

તેમજ ગુજરાતના જન-પ્રતિનિધિઓ સાથે સમજના સંગઠનો મહિલા અગ્રણીઓ, અને સમાજના અગ્રણીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવેલ, તારીખ 27/04/2025 ના રોજ કેન્દ્રીય કોર જીલ્લા કેન્દ્રીય કોરને વિવિધ જવાબદારીઓ આપી આવવા-જવા ટ્રન્સપોર્ટેશનની વ્યવસ્થા માટે પણ જે તે જિલ્લામાં કેન્દ્રીય કોરને જવાબદારી આપવામાં આવેલ, અને વિવિધ જિલ્લા તાલુકા ગામ સમિતિમાં સમાજના ભાઈઓ બહેનો નવયુવાનો પણ રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારીક એકતા મહાસંમેલનમાં લઇ જવા તમામની વ્યવસ્થા કરવામાં આવેલ તેમને પધારવા હાર્દિક આમંત્રણ આપેલ છે.

તમામ ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી થઈ આશરે 40 હજાર લોકો જવ્હાર ખાતે પધારવાના હોય રાષ્ટ્રીય મહાસંમેલન અંતર્ગત દરેક રાજ્યના વૈચારિક એકતા વિચારોનુ આદાન-પ્રદાન સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસ્કૃતિ બચાવવા આ પ્લેટફોર્મ ઉપરથી દરેક રાજ્ય સંગઠિત થઈ એક રાષ્ટ્રીય લેવલના પ્રશ્નો સાથે તેને સમસ્યાના નિરાકરણ માટે એકત્ર થનાર હોય જેમા 158 કુળો અને ત્રણેવ રાજ્યોના થઇ અગિયાર લાખ વસ્તી થાય છે જેમાંથી જવ્હાર ખાતે લોકો સંગઠિત થઇ રષ્ટ્રીય મહાસંમેલન, વૈચારીક અને સાંસ્કૃતિક મહાસંમેલનમાં જોડાવવા જઇ રહ્યા છે. સર્વે સમાજના ભાઈ બહેનો નવયુવાનો અગ્રણીઓ ભાગ લેવા જાહેર આમંત્રણ છે. સાથે સમાજના વિવિધ સ્ટોલ તેમાં ખાના ખજાના સ્ટોલ સાથે પ્રદર્શની સ્ટોલની સાથે વ્યવસ્થા ખુલ્લુ મુકવામા આવનાર છે. જેમાં સર્વે ભાઇઓ-બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ છે.