ધરમપુર: હિતેશ પ્રજાપતિએ દ્રન્દ્વ માર્શલ આર્ટમા 4th ડાન બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાવ્યું. માર્શલ આટર્સ ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ અને ગુજરાતના ગૌરવ શ્રી હિતેશ બી.પ્રજાપતિએ પોતાની કઠિન મહેનત, શિસ્ત અને દૃઢસંકલ્પથી 4th ડાન બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ એ માત્ર એક પદવી નથી, પણ તેમના જીવનના સંઘર્ષ અને નિમિત તે લીધેલા શ્રમનો સાર છે.
Decision News ને મળેલી માહિતી મુજબ હિતેશભાઈએ વુશુ ,કરાટે, ટાઇક્વોન્ડો, કિકબોક્સિંગ, રાયફલ શુટીંગ, આર્ચરી , વોવિનોમ, તાઈચી અને અન્ય માર્શલ આટર્સમાં વર્ષો સુધી અભ્યાસ કર્યો છે અને 2024 જેમણે 8મી તાઈચી છવાન વલ્ડ ચેમ્પિયનશીપ તાઈવાનમા બ્રોન્ઝ મેડલ મેળવી ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી દેશનુ નામ રોશન કર્યું હતુ. આજે તેઓ માત્ર એક માસ્ટર ટ્રેનર નહિ પણ હજારો વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે ઓળખાય છે. તેમના શિષ્યો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.
તેઓ માત્ર એક કોચ નથી, પણ યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત છે,એક એવી શખ્સિયત કે જેમણે શિસ્ત, અનુશાસન, આત્મવિશ્વાસ અને કલા પ્રત્યેનો પ્રેમ તાલીમાર્થી ઓમાં ક્યારેય ખૂટવા દીધો નથી. ગુજરાતના ગામડાઓથી લઈને શહેરો સુધી માર્શલઆટર્સનો પ્રકાશ ફેલાવવા તેઓ સતત કાર્યરત છે. શ્રી હિતેશ પ્રજાપતિને આ શાનદાર સિદ્ધિ ગુજરાતના યુવાનો માટે તેઓ એક જીવંત પ્રેરણા છે.

