અંકલેશ્વર: અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં એક યુવતીના આપઘાતની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. 22મી એપ્રિલના રોજ 21 વર્ષીય કિરણબેન અરવિંદ વસાવાએ પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને આપઘાત કરી લીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ યુવતીના આપઘાતની જાણ થતાં પરિવારજનોએ તુરંત જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.ડિવિઝન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે.યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ભારે અફસોસની લાગણી ફેલાવી છે.

