વિશ્વ પૃથ્વી દિવસ: વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. જમીન સુરક્ષા પર્યાવરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પર્યાવરણને ધ્યાને લઈ પ્રાકૃતિક ખેતી પર ભાર મુકાયો છે. જેના કારણે ધરતી માતાના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. જિલ્લામાં છેલ્લામાં 5 વર્ષમાં 19189 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા જિલ્લામાં 8003 હેકટર જમીનની ફળદ્રુપતા વધી છે.વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકટર વિમલભાઈ પટેલે કહ્યું કે, રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન બિન ઉપજાઉ બને છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે. રાસાયણિક ખાતરથી જમીનનું સ્તર સખત બની ગયુ છે. ટ્રેકટર વગર ખેડી શકાય નહી. પ્રાકૃતિક ખેતીમાં ખેડ કરાવવાની જરૂર પડતી નથી.

પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી તૈયાર કરેલા ખાતરથી જે અળસિયા સુષુપ્ત અવસ્થામાં હોય તે જાગૃત થઈ જાય છે. રાસાયણિક ખાતરના કારણે જમીનમાં પાણીના સ્ત્રોત એકદમ નીચે ઉતરી ગયા છે.પ્રાકૃતિક ખેતીથી પાણીનું લેવલ જળવાઈ રહે છે. કારણ કે બેકટેરીયા અને અળસિયા જમીનમાં છીદ્ર કરી પાણીનું લેવલ જાળવી રાખે છે. રાજ્યપાલશ્રી કહેતા હોય છે કે, રાસાયણિક ખાતરથી પકવેલા અનાજ, શાકભાજી અને ફળથી મનુષ્યનું આરોગ્ય તો જોખમાતુ જ હોય છે સાથે ધરતી માતાનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે એટલે તો તેઓ પ્રાકૃતિક ખેતીને પરોપકારી ખેતી કહે છે.પૃથ્વી બધા માણસોની જરૂરીયાતો પુરી કરવા માટે પૂરતા સંસાધનો પ્રદાન કરે છે પરંતુ લોભને સંતોષવા માટે નહી.

રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી આપણી માતા સમાન ધરતીનું અસ્તિત્વ જોખમમાં ન મુકીએ અને વિશ્વ પૃથ્વી દિવસે આપણે સૌ પૃથ્વીનું ધ્યાન રાખીશુ તો સાચા અર્થમાં પૃથ્વી દિવસની ઉજવણી કરી ગણાશે.આ રીતે સમગ્ર વિશ્વમાં પૃથ્વી દિવસની ઉજવણીની શરૂઆત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઝડપથી પૃથ્વી પર જળ અને વાયુ પ્રદૂષણ ફેલાતા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું દરેક માનવીની નૈતિક ફરજ છે. વર્ષ 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત યુનેસ્કો પરિષદમાં દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે 22 એપ્રિલ 1970 ના રોજ પ્રથમ વખત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here